ચિત્રકળા પાઠ ૩ જો

પાઠ જો

આજે આપણે પેન્સીલ ચિત્રોની શ્રેણીમાં વસ્તુઓના આકાર દોરવાનું શરૂ કરીશું. આપણે જે વસ્તુઓ હંમેશાં જોતાં હોઈએ, જે વસ્તુઓનો આકાર આપણાં મગજ અંકિત થઈ ગયું હોય (memory drawings), એવી વસ્તુઓથી શરૂઆત કરીએ. વસ્તુઓ ત્રિપરિમાણમાં (Three dimentional) હોય છે. પણ શરૂઆત કરવા આપણે દ્વિ પરિમાણ (Two dimentional) આકારના એક બે ચિત્રો દોરીએ.

પ્રથમ ચિત્રમાં પાણી પીવાનો ગ્લાસ છે. બીજા ચિત્રમાં પાણી ભરવાની ડોલ છે.

છે ને સહેલું? આવાં ચિત્રો દોરવા આપણા હાથની સ્થિરતા મહત્વનો ભાગ ભજવે છે. જો હાથ ધ્રૂજતા હોય તો રેખાઓ સીધી આવે. સીધી રેખાઓ દોરવા એક ચોક્કસ ઝડપ હોવી જરૂરી છે. ઓછી ઝડપ હોય તો રેખા સીધી નહીં દોરાય, અને વધારે ઝડપ હોય તો રેખાનું માપ નહીં જળવાય.

તમે મંદિરમાં તો ઘણીવાર ગયા હશો. તો ચાલો આપણે મંદિર દોરીએ. મંદિર દોરવા તમારે જોયેલા મંદિરની ખાસિયતો યાદ કરવી પડશે.

જુવો મંદિરમાં એક ઓરડો ભગવાનની મૂર્તિઓ માટે છે. એની ઉપર ધજા છે. બીજો ઓરડો દર્શન કરવા આવનારા ભક્તો માટે છે. સવારના દર્શન કરવા જવાય દર્શાવવા સૂરજ દેખાય છે. ઉપર બે પક્ષીઓ ઉડે છે. મંદિરની પાસે એક ઝાડ છે. સાદી સરળ પેન્સિલની રેખાઓથી મંદિરનું કેવું સરસ ચિત્ર તૈયાર કરી શકાય છે?

હવે આપણે રમગ ગમતનો વિચાર કરીએ. ક્રીકેટ અને બેડમીન્ટનની રમત માટે કયા કયા સાધનોની જરૂર છે યાદ કરીને અહીં દોર્યા છે.

હા, બેડમિન્ટનની રમત માટે જરૂરી નેટ આમાં નથી દોરી, કારણ કે જરા અઘરી પડે. બેટ, વિકેટો, બોલ વગેરે દોરવા અઘારાં નથી. તો કોરા ડ્રોઈંગ પેપર ઉપર આવા ચિત્રો દોરવાની ભરપૂર પ્રેકટીસ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *