સાભાર - ગુજરાતી લેક્સિકોન
ગુજરાતના બધા જિલ્લા વિશે જાણવા અહીં ક્લિક કરો.
છોટા ઉદેપુર જિલ્લો બોડેલી, છોટા ઉદેપુર, જેતપુર પાવી, ક્વાંટ, નવસારી અને સંખેડા – એમ કુલ 6 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 895 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 3,247 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 2 લાખથી વધુ છે.
વડોદરા જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવેલ આ જિલ્લાનું મુખ્ય મથક છોટા ઉદેપુર છે. કાલી નિકેતન અથવા નાહર મહેલ તરીકે ઓળખાતા મહેલમાં રજવાડી કુટુંબ ઉનાળાના સમય દરમ્યાન રહેવા આવતાં હતાં. આ જિલ્લાની રાઠવા કોમ તેમનાં ઉત્કૃષ્ટ પીઠોરા ચિત્રો માટે જાણીતી છે. આ જિલ્લામાં આવેલા આદિવાસી સંગ્રહાલયમાં ઘણી બધી જોવાલાયક વસ્તુઓનો સંગ્રહ, આદિવાસી લોકકલા અને તેમની બનાવેલ વસ્તુઓ દર્શાવે છે.
સંખેડામાં વિશિષ્ઠ પ્રકારનાં ચિત્રો અને લીકર વર્કથી બનતું ફર્નિચર આખાય ગુજરાતની અનેરી ઓળખ છે. સાદા લાકડા ઉપર આ પ્રકારના કામને કારણે ઊભરી આવતી આ કલાને કારણે ફર્નિચર હસ્તકલાના અદ્ભુત નમૂનાની વિશ્વભરમાં નિકાસ થાય છે.
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.