ડો. વિક્રમ સારાભાઈ
અમદાવાદનું એક ધનાઢ્ય ઉદ્યોગપતિ પરિવાર, ઉનાળાની ગરમીથી બચવા સિમલામાં પોતાના મકાનમાં રહેવા જતું, અને ત્યાંથી જ એમના વ્યાપાર-ઉદ્યોગનો કારોબાર ચલાવવા જરૂરી સ્ટાફને પણ સાથે લઈ જતું.
એકવાર આખું કુટુંબ દોઢેક મહિના માટે સિમલા ગયેલું. ધંધાના કામકાજ અંગે રોજ એમને ઢગલાબંધ ટપાલ આવતી. કુટુંબના પ્રત્યેક સભ્ય પોતાની ટપાલ વીણી લઈ, પરબીડિયાં ખોલી અને વાંચતાં. કુટુંબનો એક નાનો છોકરો આ બધું જોતો. એના એકલાના નામની જ કોઈ ટપાલ આવતી નહિં. એક દિવસ એણે એના પિતાના સેક્રેટરીને કહ્યું, મને મારૂં નામ અને સરનામું લખેલાં, ટપાલ ટીકીટ ચોંટાડેલાં થોડાં પરબિડિયાં તૈયાર કરી આપો. સેક્રેટરીએ એ કરી આપ્યાં. પછી એ છોકરો રોજ પોતે જ પોતાને પત્ર લખી, પરબિડિયાંમાં નાખી, નજીકના પોસ્ટઓક્ષમાં નાખી આવતો. બધાની ટપાલ સાથે એની પણ ટપાલ આવવા લાગી. બધાની જેમ એ પણ પરબિડિયું ખોલી પોતાની ટપાલ વાંચતો.
એના પિતાએ બે-ત્રણ દિવસ આ જોયું, પછી એક દિવસ પૂછ્યું, “તને રોજ ટપાલ કોણ લખે છે?” બાળકે હકીકત સમજાવી, તો એના પિતા હસી પડ્યા.

