એકાગ્રતા

ડૉ. સંજય કોરિયા

     વિશ્વનો સૌથી ઊંચો ધોધ એટલે અમેરિકા અને કેનેડા વચ્ચે આવેલો નાયગરા ધોધ. ચાર્લ્સ બ્લોન્ડિન  નામના વ્યક્તિએ એ ધોધ પર ચાલવાનો સંકલ્પ કર્યો. તેણે ૧૬૦ ફૂટ ઊંચે ૧૧૦૦ ફૂટ લાંબુ દોરડું બાંધ્યું. તેણે પ્રથમવાર એક લાકડું લઈ અંતર પસાર કર્યું. બીજી વાર આંખે પાટા બાંધી તે ચાલ્યો. ત્રીજી વાર એક વ્યક્તિને ખભે બેસાડી અને ચોથી વાર બરાબર વચ્ચે જઈ તેણે રસોઈની એક વાનગી પણ બનાવી.  

   

   પાંચમી વાર તો તેણે આ ૭૫૦ મીટરનું અંતર, એક પૈડાવાળી સાઈકલ ચલાવી પસાર કર્યું, અરે! ૩૦ જુન ૧૮૫૯ના દિવસે તો ૪૦ ફૂટ લાંબો વાસ લઇ, તેણે વચ્ચો વચ્ચ ઊંધી ગુલાટ મારી. જેને વિશ્વનું મોટામાં મોટું સાહસ કહેવામાં આવ્યું.

      આ વ્યક્તિને સફળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું. તો તે કહે,

I keep my eye on the rope only. 

(હું મારી નજર ફક્ત દોરડા તરફ જ એકાગ્ર રાખતો હતો.)

      આપણી નજર પણ ફક્ત અભ્યાસ પર જ હોય, તો આપણે પણ અભ્યાસના ક્ષેત્રમાં જરૂર આવો ચમત્કાર સર્જી શકીએ.

પ્રેરક બિંદુ : એકાગ્રતાથી જ વિજય પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *