ચિત્રકળા પાઠ ૪ થો
આજે હવે આપણે પેન્સીલ સ્કેચ શ્રેણીમાં ત્રિપરિમાણી ચિત્રો (Thee dimensional pictures) ની વાત કરીશું.
દ્વીપરિમાણી કાગળ ઉપર ખરેખરા ત્રિપરિમાણી ચિત્રો દોરી શકાય નહીં. હકીકતમાં ત્રિપરિમાણી વસ્તુઓને ચિત્ર ન કહેવાય, એને શિલ્પ કહેવાય. તેમ છતાં આપણે દ્વીપરિમાણી કાગળ ઉપર ત્રિપરિમાણી આભાસ ઉભો કરી શકીએ.


આ એક બરણીનું ચિત્ર છે. આ ચિત્ર જોઈને આપણે સાચુકલી બરણી જોયા જેવું લાગે છે. જો એ દ્વીપરિમાણી ચિત્ર હોત તો આપણને એવો આભાસ ન થાત. દ્વિપરિમાણી ચિત્રમાં એની સૌથી નીચેની રેખા સીધી હોત. એની સૌથી ઉપરની રેખા પણ સીધી હોત. નીચેની રેખાનું વણાંક, અને ઉપરની રેખાને બદલે ovel આકાર અને અન્ય વધારાની રેખાઓ આ ચિત્રને વાસ્તવિકતાની નજીક લઈ જાય છે.

પાણીના મગનું આ ચિત્ર પણ એવી જ ખુબીઓ દર્શાવે છે. આમાં ઉમેરેલી એક (આડી) સીધી લીટી ઉમેરવાથી મગ જમીન ઉપર મૂક્યો છે એવો આભાસ થાય છે.
