ગુજરાતની નવી પેઢીના સાંસ્કૃતિક વિકાસને વરેલી અને ૨૦૧૬ માં શરૂ થયેલી એક બિન-નફાકારક સંસ્થા વિશે આજે જાણ થઈ.
આભાર .... આર્ષમિત્રો (સુનીલ મેવાડા, તુમુલ બુચ, સમીરા પત્રાવાલા, નીરજ કંસારા અને રાહુલ કે. પટેલ)
'આર્ષ'નું કાર્ય ફલક તો ઘણું વિશાળ છે, પણ અહીં વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક વિકાસ માટેની તેમની પ્રવૃત્તિ અંગે વાત કરવાની છે.
એમના જ શબ્દોમાં....
હેતુઃ
- નિયમિત વર્ગો દ્વારા બાળકમાં સાહિત્યરસનું સિંચન કરવું,
- બાળકનો સાહિત્ય રસ કેળવવો.
- બાળકમાંના સાહિત્યપ્રેમીને જાગ્રત કરી એમને વાંચનલેખનમાં પ્રવૃત્ત કરવાં.
- એમને લખવા માટે પ્રોત્સાહન- માર્ગદર્શન આપવું ને લેખનકાર્યો દ્વારા એમની વિચાર પ્રક્રિયા અને સાહિત્યિક રુચિ કેળવવાં.
અત્યારે?
વલસાડની કેટલીક શાળાઓ સાથે મળી ૨૦૧૬થી આરંભાયેલી આ પહેલ અત્યારે વલસાડની જ શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં ડૉ. વર્ષા પટેલ, શાળાનાં આચાર્યા પારુલ શાહ અને શાળાના શિક્ષકોના સહયોગ-સહકાર દ્વારા દર મહિનાના બીજા શનિવારે યોજાય છે.
પછી શું?
આ પછીનું આયોજન? અલબત્ત, આવા વર્ગોનું આયોજન પખવાડિક કે માસિકની સાથે વધુમાં વધુ દિવસો થઈ શકે એ માટે એક કાયમી કેન્દ્ર સ્થાપી શકાય એ લાંબા ગાળાનો વિચાર છે.
નોંધ - નીચેના કોઈ પણ ચિત્રને નવી વિન્ડોમાં મોટું જોવા એની પર ક્લિક કરો. ત્યાં ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.
આર્ષ વિશેની વધુ માહિતી મેળવવા અહીં ક્લિક કરો:
Website: aarshmagazine.in
અમારો ઈમેલ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ સંપર્ક કરી શકાશે.
Email: aarsh.magazine@gmail.com
Facebook: https://www.facebook.com/aarshmagazine/#
સરસ પ્રયોગ. સરસ કામ.
આભાર લતાબેન.