- નિરંજન મહેતા
બુદ્ધનો એક શિષ્ય તેમની પાસે આવ્યો અને કહ્યું કે પ્રભુ એક વિનંતી છે.
બુદ્ધે કહ્યું કે શું વાત છે, મને કહે.
શિષ્યે કહ્યું કે તેનું અંગરખું જીર્ણશિર્ણ થઇ ગયું છે. તે પહેરવા યોગ્ય નથી. કૃપા કરી મને એક નવા અંગરખાની પરવાનગી આપો.
જોયા બાદ જણાયું કે ખરેખર તેનું અંગરખું પહેરવા યોગ્ય ન હતું એટલે તેમણે ભંડારીને તે શિષ્યને નવું અંગરખું આપવા જણાવ્યું. શિષ્ય નમન કરી ત્યાંથી જતો રહયો.
બુદ્ધને ત્યાર બાદ વિચાર આવ્યો કે તેમણે તેના શિષ્યને એક યોગ્ય પાઠ શીખવાડવાનું બાકી રહ્યું છે. એટલે તેઓ તેના શિષ્ય પાસે ગયા અને કહ્યું કે તું નવા અંગરખામાં સ્વસ્થ તો છે? તારે બીજું કાંઈ જોઈએ છે?
શિષ્ય: આભાર,પ્રભુ. હું આમાં એકદમ સ્વસ્થ છું અને મને અન્ય કોઈ ચીજની જરૂર નથી.
બુદ્ધ: તને આ નવું વસ્ત્ર મળ્યું તો તેં જુના વસ્ત્રનું શું કર્યું?
શિષ્ય: તે મેં મારી જૂની ચાદરની જગ્યાએ વાપરવા લીધુ છે.
બુદ્ધ: તો તેં જૂની ચાદારનું શું કર્યું?
શિષ્ય: પ્રભુ, હું તે મારી બારીના પડદા તરીકે વાપરું છું.
બુદ્ધ: તો તેમ બારીના પડદાને ફગાવી દીધો?
શિષ્ય: ના પ્રભુ, મેં તેના ચાર કટકા કર્યા અને તેનો ઉપયોગ રસોડામાં ગરમ વાસનો ઉચકવા કર્યો.
બુદ્ધ: તો રસોડાના જુના વસ્ત્રનું શું કર્યું?
શિષ્ય: અમે તેનો ઉપયોગ રસોડામાં પોતાં તરીકે કરીએ છીએ.
બુદ્ધ: તો જુના પોતાં ક્યા ગયા?
શિષ્ય : જુના પોતાં એટલા ફાટી ગયા હતા કે તમે તેના રેસાને કાઢીને તેની દીવા માટે વાટ બનાવી જેમાની એક વાટ હાલમાં તમારા કક્ષનાં દીવામાં વપરાય છે.
બુદ્ધને આ બધું જાણ્યા પછી સંતોષ થયો કે તેનો શિષ્ય જાણે છે કે કોઈ ચીજ નકામી નથી.
આપણે પણ આમાંથી બોધ લેવો જોઈએ કે કોઈ પણ ચીજ નકામી નથી. ફક્ત તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાણવું જરૂરી છે. કોઈ પણ ચીજને વેડફો નહીં, સમય સુદ્ધાં ! જો આપણે કરકસર કરતા શીખશું તો આપની કુદરતી સંપતિને સાચવી શકશું આપની આવનાર પેઢી માટે જેવું આપણા પૂર્વજોએ આપના માટે કર્યું છે. આજની તારીખે મનુષ્યની સાચી સંપતિ છે વસ્તુનો પુન:ઉપયોગ,
(વોટ્સ એપ પર મળેલ એક સંદેશનો ભાવાનુવાદ)
Sundar bodh