સાભાર - ગુજરાતી લેક્સિકોન
ગુજરાતના બધા જિલ્લા વિશે જાણવા અહીં ક્લિક કરો.
તાપી જિલ્લો વાલોડ, વ્યારા, સોનગઢ, ઉચ્છલ અને નિઝર – એમ કુલ 5 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 455 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 3,238.90 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 8 લાખથી વધુ છે. 69%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે. આ જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે.
તાપી જિલ્લાની સ્થાપના 2, ઑક્ટોમ્બર, 2૦૦7માં સુરત જિલ્લાનું વિભાજન કરી કરવામાં આવી. આ જિલ્લામાં સુરત જિલ્લાના વ્યારા,સોનગઢ, વાલોડ, નિઝર, ઉચ્છલ – આમ પાંચ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જિલ્લાની મુખ્ય વસ્તી આદિવાસી છે.
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.