શબ્દ વિડિયો – એક વિનંતી

      ધીમે ધીમે કરતાં ઈ-વિદ્યાલયના આકાશમાં ગુજરાતી શબ્દ ભંડારના સાત વિડિયો  વાદળોની સફર કરી રહ્યા  છે! [ અહીં જુઓ

સહકાર/ પ્રદાન આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર.

      જેમ જેમ વિશ્વ ભરના ગુજરાતીઓને આની જાણ થતી જાય છે, તેમ તેમ એને મીઠો આવકાર મળતો જાય છે, એટલું જ નહીં - પોતાના અવાજનું દાન દેનાર બહેનોની સંખ્યા પણ વધવા લાગી છે. અમારી તમન્ના છે કે, આ નવા વર્ષમાં - આવતી દિવાળી પહેલાં - આવા ૬૦ વિડિયો તરતા મુકવા. એ સમજી શકાય તેવી વાત છે કે, આ પ્રોજેક્ટ એકલા હાથે સફળ અને સપૂર્ણ ન જ કરી શકાય.

ઝાઝા હાથ અને અવાજ રળિયામણા!

      હવે વિડિયો બનાવવાના રસોડાની 'અંદરની વાત'  આ પ્રોજેક્ટ માટેની  કાચી સામગ્રી નીચે મુજબની છે -
  1. કોઈ એક વિષયની પસંદગી. - આવા અનેક વિષયો રોજબરોજના શબ્દો અંગે છે. 
  2. માહિતી - ગુજરાતી શબ્દો, તેમના માટે  અંગ્રેજી શબ્દો અને ફોટા
  3. અવાજ -  બાળકોને માતાના જેવો લાગે તેવા અવાજની દરેક શબ્દ માટે 'વોઈસ ક્લિપ' 
  4. સ્લાઈડ-  પાવર પોઇન્ટ પર સ્લાઈડો તૈયાર કરવાની જાણકારી
        નોંધી લો કે, આ કામ છેવાડાનાં બાળકો માટે છે. એમની દુનિયા એમની ઝૂંપડીમાં જ સીમિત હોય છે. એને આપણે એક બહુ જ મોટા વિશ્વનો પરિચય કરાવવો છે.
     હવે એક બે વરસમાં દરેક બાળકને શાળામાંથી ટેબ્લેટો મળવાનાં છે. છેક છેવાડાની શાળાઓમાં  પણ આધુનિક મલ્ટિમિડિયા સવલતો મળતી થવાની છે.  આવા વિડિયો ઈન્ટર નેટ વગર પણ આપણે શાળાઓને વિના મૂલ્યે આપવાના છીએ.  
     પહેલા બે ભાગનાં  કામ  એકદમ પાયાનાં  છે અને સૌથી વધારે સમય માંગી લે છે. એ તો કોઈ મિત્ર વર્ડ ફાઈલ બનાવીને પણ અમને આપી શકે. એ મળી જાય પછી સ્લાઈડો બનાવવાનું કામ તો કોપી પેસ્ટ જ હોય છે. એનિમેશન અને ટ્રાન્ઝિશન પણ ચપટિકમાં બની જાય છે. 
     સૌ વાચકોને, ઈ-વિદ્યાલયના સમર્થકોને અપીલ છે કે,  આ કામમાં તમે શું સ્વૈચ્છિક યોગદાન આપી શકો તેમ છો?  જો આમાંના કોઈ પણ કામમાં થોડુંક પણ કામ કરી આપવાની ઇચ્છા હોય તો નીચેના ઈમેલ સરનામે જાણ કરવા વિનંતી છે - 
sbjani2006@gmail.com
      એક બાળકી આવો વિડિયો કેટલા ઉમંગથી માણી રહી છે, તે નીચેના વિડિયોમાં તમે જોઈ શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *