જોડકણું – ૧૩

છાયા ઉપાધ્યાય

ઈવા -૧   

ઇવાબેન જાગે રે

ટૂથબ્રશને તાકે રે

મા મિનીટ ગણતી

ઈવા દૂધ ચણતી

મા સરકારી માસ્તર

ઈવાને ખીજની ફિકર

ફિકરની તો ફાકી ભરાય

ઝપ્પી સામે ખીજ હરાય

આવા નુસખા હસ્તગત

ઈવા જન્મજાત તથાગત

આખરે બેનબા તૈયાર થયાં

નિશાળ ભણી રમતાં થયાં

 

One thought on “જોડકણું – ૧૩”

  1. ભાઉ-ભાઉ
    ..
    વાવ વાવ ! ??
    જોડે ચિત્રો મૂકો, અન્યથા અધૂરું ! ,??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *