બકો જમાદાર – ૬

  -   જયશ્રી પટેલ

  

નમસ્તે બાળકો,
  ક્યાં ફરી આવ્યા? જરૂર મજા કરી હશે નહિ? મંગળવાર આવ્યો એટલે તમારી જોડે વાર્તા કરવાનું મન થઈ આવ્યું .આજે ફરી બકા જમાદાર ફરવા નિકળ્યા ને જઈ પહોંચ્યા અમદાવાદ...

વાર્તા ન ૬

     બકા જમાદાર કુટુંબ કબીલા સાથે પહોંચ્યા અમદાવાદ.  ફરવાના પોગ્રામ બન્યો સાબરમતી આશ્રમ જોવા. બાળકોને ગાંધીજીએ સાબરમતી નદીના કિનારે આઝાદી ની ચળવળ માટે વર્ધા,અમદાવાદ વગેરે સ્થળોએ આશ્રમ શરૂ કર્યા હતા.આઝાદી પછી પણ બધા ત્યા મુલાકાત માટે જાય ને આનંદ લે. બકા જમાદારને બહુ જ ગમે ત્યા જવાનું તેઓ બકેસર તેમની દીકરી બકી ને તેમના પત્ની બકરી બહેનને લઈ પહોંચ્યા.

     બકેસર તો પ્રશ્નો ની ઝડી વરસાવે. પહેલા જોયા ત્રણ બંદર પહેલો બંદર મોં પર હાથ એટલે અસત્ય (ખોટું) ન બોલો  શીખવે, બીજો બંદર કાન પર હાથ એટલે અસત્ય (ખોટું) ન સાંભળો  ને ત્રીજો બંદર આંખોં પર હાથ એટલે અસત્ય(ખોટું) ન જૂઓની શીખ આપે. બકેસર ને બકી તો બહુ જ પ્રભાવિત થયા.જોશમાં આવી પિતાશ્રીને વચન આપ્યું અમે પણ આ વેણ પાળશું.

    બાળકો ફરવા જાઓ પણ સારૂં જોવા મળે કે શીખવા મળે જરૂર અમલમાં મૂકો - તે પણ સાચા હૃદય થી. 

     ઘણા ફોટા જોયા તેમા એક ફોટો બકેસર ને ખૂબ ગમી ગયો. તે  હતો ગાંધીજી સાથે એક બકરી ને નાનો છોકરો નદી ના તટ પર ચાલી રહ્યા હતા.બકેસર ને એમ કે આ ગાંધીજી નો પુત્ર હશે.પણ બકા જમાદારે કહ્યુ કે, એ તો કોઈ આશ્રમવાસીનો પુત્ર હતો ને બકરી તેની હતી. એકવાર એ નદી કિનારે પાણી વેડફી રહ્યો હતો ને ગાંધીજીએ તેને રોક્યો હતો . તો એ કહે, "આટલું બધુ પાણી તો વહે છે."

   બાળકો તમને ખબર છે પાણી નો વ્યય(બગાડ) ન કરવો જોઈએ. જો એક ગ્લાસથી ચાલતું હોય તો અડધો ગ્લાસ વાપરો. આગળ જતાં પાણીની ખૂબ જરૂર પડશે. ગાંધીજીએ તેને સમજાવ્યું કે, "લોટો પાણી તો આંખો દિવસ ચાલે."

     આપણે બ્રશ કરતાં નળ ચાલુ રાખીએ, તો કેટલું પાણી વેડફાઈ જાય? બાલ્ટી ભરાયા પછી નળ ચાલુ રાખીએ અને પાણી જવા દઈએ તો પણ. હવે બરકેશ ને બકી લવારીને બન્નેની સમજમાં આવ્યું કે, પાણી કેટલું વેડફે છે? મનમાં બન્ને ભાઈ બહેને નક્કી કર્યુ કે હવે ટીપે ટીપું પણી સાચવશે. કહેવત છે બાળકો કે -

ટીપે ટીપે સરોવર ભરાય.

    તે પછી ગાંધીજીની ઓરડી જોઈ. સાદી સીધી ઓરડી હતી, કસ્તુરબાનો ઓરડો સાદો સીધો હતો. મીરાબેન જે ફ્રેન્ચ હતા ને ગાંધીજીની સેવા કરવા આશ્રમમાં રહેતા તેમનો  ઓરડો પણ સાદગી ભરેલો હતો.ગાંધીજીના ગ્રંથાલયમાં પુસ્તકો ને ચરખો પણ જોયાં. ખાદીના વસ્ત્રો ને ખાદીભંડાર જોયો.

     બાળકો જરૂર સમય મળે તો સાબરમતી આશ્રમ જોઈ આવજો. ત્યાની નોંધપોથીમાં બકેસરે એવું લખ્યું છે.  જશોને? નવું જોવા મળશે. શીખવા મળશે ને ગાંધીજીને વધુ ઓળખી પણ શકશો.

    કેવી લાગી બકા જમાદારની આશ્રમની મુલાકાત?  હુ તમારી મિત્ર તો વારંવાર જાઉ છું. હમેશાં નવું શીખીને આવું છું. મજા આવીને?  અમદાવાદ જાઓ જરૂર મુલાકાત લેજો .


પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

નોંધ -  ડાબી બાજુના કોઈ પણ ફોટા પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટો જુઓ. ત્યાં ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *