જાપાનીઝ માટીનાં શિલ્પ

 - જિગીષા પટેલ

વ્હાલા બાળમિત્રો,

      આજે હું તમને જેના વિશે વાત કરવાની છું અને તમને જે બતાવવાની છું, તે  તમને બહુ જ ગમવાનું છે. આજે હું વાત કરવાની છું શિલ્પની. પણ આ કોઈ પત્થર કે લોખંડ કે બીજી કોઈ ધાતુમાંથી ટાંકણું લઈ બનાવેલ શિલ્પ નથી.

    નયનાબેન સોપારકરે પોતાના અને તમારાં-મારાં બધાના બાળપણમાં કરેલા કરતૂતો ને યાદ કરાવે તેવા આ ખૂબ સુંદર રંગબેરંગી શિલ્પ બનાવ્યાં  છે. નયનાબેન અમદાવાદમાં રહે છે. તેમણે વર્ષો સુધી શિલ્પ બનાવતા શીખવાની તાલીમ લીધી છે. તે ખૂબ ઊંચા ગજાના આર્ટિસ્ટ છે. આવાં ૧૦૦ શિલ્પો તેમણે તેમની આગવી સૂઝબૂઝથી લગભગ એક વર્ષની મહેનતથી પોતે એકલાએ જ બનાવ્યાં છે.

       આ શિલ્પ બનાવવા માટે તેમણે જાપાનીઝ કલે (માટી) નો ઉપયોગ કર્યો છે. સૌ પ્રથમ તેમને કેવું અને કયું શિલ્પ બનાવવું છે તે વિચારી તે માટે જરુરી વસ્તુ ભેગી કરવી પડે. દાખલા તરીકે સ્કૂટર પર બેઠેલા છોકરાઓ.  તો પહેલાં નાનું સ્કૂટર શોધીને લાવવું પડે. પછી તેની ઉપર બેઠેલા શિલ્પને બનાવવા બેઠેલા બાળકનું લોખંડના વાયરનું હાડપિંજર જેવું માળખું( structure) બનાવવું પડે.  પછી જેવા ભાવ તેના મોં પર જોઈએ તેમ  માટી ચોપડીને આકાર બનાવવો પડે. તેની ઉપર સરસ રંગબેરંગથી આકર્ષક કલર કરવો પડે. તે સૂકાય પછી શિલ્પ તૈયાર થાય.

      આપણે બાળપણમાં મિત્રો સાથે મઝા લઈ લઈને જે જે રમતો, તોફાનો કરીએ છીએ - તેવા ઘણા બધા તેમણે શિલ્પ દ્વારા વર્ણવ્યા છે.  બીજું ખાસ કે, અમારા જમાનામાં જ્યારે ટી.વી. કે સેલફોન હતાં જ નહી તો પણ અમે જુદી જુદી કેવી કેવી રમતોથી મજા કરતા હતાં તે દર્શાવ્યું છે.

      તમને જો આવા શિલ્પ બનાવવામાં રસ હોય તો અમદાવાદ માં સી.એન વિદ્યાલયમાં,બરોડા ફાઈન આર્ટસ કોલેજમાં શિલ્પના પાંચ વર્ષના કોર્સ છે. તમેશોખ માટે પાર્ટ ટાઈમ ક્લાસ પણ ભરી શકો છો.

     -   'બેઠક' પર તેમના લેખ

નોંધ - નયના બહેન સોપારકર આ ઉપરાંત બીજા ઘણી કળાઓમાં પણ રસ ધરાવે છે. એમની  કળા Pinterst પર  અહીં જોઈ શકશો.

-- --
miniature-fastfood-model-from-japanese-clay-picture-id620005062?k=6&m=620005062&s=612x612&w=0&h=sf7RBl2U7dl9U4uLBbSILrh7eL1suohvF5TF3g5KEM8=
87e904f0bccaaf415c969b5062bc56b5.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *