ઋતુઓ

    -   જયશ્રી પટેલ
શિયાળો
બારીએ થી શિયાળો પેઠો,
થરથર કાંપતા હાથ-પગ,
દાંત કડકડે ને ફાટે હોઠ,
સગડીને બદલે હિટર..!
રજાઈને બદલે ક્વિલ્ટ..!
ગરમાવે પુલઓવર ને મફલર..!
ભૂલ્યા મા ના હાથના સ્વેટર..!
ઉનાળો
શિયાળો માણ્યો ત્યાં તો,
લૂ ના વાયરા વાયા ગરમ,
શીતળતા શોધવા ને વારવા,
વાતાનુકૂલિત યંત્ર ચાલ્યા,
ભરાયા ઓરડા મહીં ને
અગાશી વિસર્યા ને તારલિયા..
ગણતરીમાં ભુલાયા ..
પરીક્ષાના બંધન માંથી મળી
મુક્તિ ને હીલસ્ટેશને ભાગ્યા!

 

ચોમાસું 

ઉનાળાની તપતી ધરા પર
પડ્યા કાળા વાદળના છોર..
બૂંદ બૂંદ ટપકી સાંબેલાધાર
ગમબૂટ આવ્યા ને છબછબિયાવિસરાયા
છત્રીમાં પલડ્યા, ચારે બાજુ સુનામી ની છાયા!

ઋતુ ચક્ર બદલાય ને
 આધુનિકતા ના સાપે વિટળાય
કુદરત નો ધૂંધવાટ
સરસરસર ઋતુઓ
આવે ને જાય.

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *