Courtesy - Molly, Pinterest
પ્રાથમિક શાળા માટે
આ રમત ગમે તેટલા બાળક રમી શકે છે. દરેક બાળક પોતાને માટે એક રંગની પેન્સિલ કે માર્કર નક્કી કરે. દરેક બાળકે બે પાસા પાડવાના અને જે નંબર આવે તેનો સરવાળો કરવાનો. સરવાળા વાળી રકમ પર પર પોતાના રંગનું કુંડાળું કરવાનું. જેની એક આખી લાઈન(row) કે હાર(column) કે ત્રાંસી લાઈન ( diagon) માં ચાર સળંગ નંબર ભરાઈ જાય, તે બાળક જીત્યું. જેના આમ ત્રણ નંબર ભરાયા હોય તેનો બીજો નંબર.
આ રમતમાં વાલીએ હાજર રહેવું જરૂરી છે, જેથી સરવાળો સાચો કર્યો છે કે નહીં , તે ચકાસી લે.