પિન્ટરેસ્ટ( Pinterst) પરથી પ્રાથમિક શાળાનાં બાળકોને સરવાળા રમતાં રમતાં શીખવવાની રમત મળી હતી, અને અહીં તે વિશે માહિતી આપી હતી. તેના પરથી એનું કોડિંગ કરી 'સ્ક્રેચ' પ્રોજેક્ટ બનાવવા વિચાર આવ્યો અને એ બનાવી શકાયો - આ રહ્યો .
જેમને આવા પ્રોજેક્ટમાં રસ હોય તેમને અહીં 'રેન્ડમ નમ્બર'ની એક વિશિષ્ઠ ટેક્નિક જોવા મળશે. એમાં સ્ક્રેચ ૩.૦ માં ઉમેરાયેલો, 'લિસ્ટ' વિભાગનો એક નવો બ્લોક વાપરવો પડ્યો હતો. કદાચ એ બ્લોક વિના આ શક્ય ન બન્યું હોત.