જાણીતાં બાળ સાહિત્યકાર પુષ્પાબહેન અંતાણીએ કારકિર્દીની શરૂઆત આકાશવાણીના ભુજ કેન્દ્રમાં ઍનઉંસર તરીકે કરી તે પછી અમદાવાદ-વડોદરા કેન્દ્રમાં જોડાયાં અને ૩૩ વર્ષ સુધી એનાઉન્સર તરીકે સેવા આપીને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. એમણે વર્ષો સુધી રેડિયો પર બાળકો માટે કાર્યક્રમ રજૂ કર્યા. તેમાં જુદા જુદા વિષય પર તે જ વખતે રચાતી જતી બાળવાર્તાઓ લાઇવ રજૂ કરી. પાછળથી બાળવાર્તાઓનું લેખિત સ્વરૂપમાં સર્જન કરવાનો આરંભ કર્યો.અત્યાર સુધી બાળવાર્તાઓનાં એમનાં ૧૦ પુસ્તક પ્રકાશિત થયાં છે.
એમની સાહિત્યસેવાની આછેરી ઝલક:
- પહેલા જ પુસ્તક ‘વાર્તાશોખીન જૂઈબહેન‘ને ગુજરાત સાહિત્ય અકાદમીનું તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક,
- ત્રીજા સંગ્રહ ‘દેડકીનું બચ્ચું અને વિમાન’ને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિક અને
- ‘બન્ટીના સૂરજદાદા’ માટે ૨૦૧૬ના વર્ષનો સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવૉર્ડ. 1
પુષ્પાબહેન બાળવાર્તાલેખનમાં ભાષાની સરળતા અને વાર્તાવસ્તુ દ્વારા બાળકોમાં મૂલ્યબોધ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. વેબગુર્જરી પર પુષ્પાબહેન અંતાણીનું સ્વાગત કરીએ છીએ.
આજથી દર મહિનાના બીજા મંગળવારે વેબગુર્જરી પર પુષ્પાબહેન અંતાણીની એક એક બાળવાર્તા પ્રકાશિત કરીશું.
સંપાદક મંડળ- વેબ ગુર્જરી