- નિરંજન મહેતા
કૂવામાં હોય તો હવાડામાં આવે
ગામમાં કૂવાની નજીક બાજુમાં એક કુંડ બનાવાય છે, જેમાં કૂવામાંથી પાણી કાઢી તે હવાડામાં સંઘરાય જેથી ઢોરોને પાણી પીવાનું સુગમ થાય. પણ જયારે કૂવામાં પાણી એકદમ ઓછું થાય ત્યારે તે કુંડ ન ભરાય. તે ઉપરથી ઉપર મુજબ કહેવાય છે.
આવા અન્ય ઉદાહરણ જીવનમાં જોવા મળશે. જેમ કે, અસંસ્કારી માતા પાસે સંસ્કારની અપેક્ષા ન હોય અને તેથી તેના સંતાન પણ તેનાથી વંચિત રહે છે.
પહેલાના જમાનામાં ગુરૂ પાસે જે જ્ઞાનનો વ્યાપ હતો અને તે તેમના શિષ્યોને સમર્પિત કરતા હતા. આજે જ્યારે શિક્ષણ પદ્ધતિ એક વ્યવસાય થઇ ગઈ છે; ત્યારે શિક્ષકો પણ ખપ પુરતી માહિતી ધરાવતા હોય છે. એટલે તેમના વિદ્યાર્થીઓ પણ સંપૂર્ણ જ્ઞાન નથી પામતા. એટલે એમ કહી શકાય કે -
કૂવામાં હોય તો હવાડામાં આવે.