- જયશ્રી પટેલ
આજે કયો વાર છે? મંગળવાર, વાર્તાનો દિવસ અને તમને વહાલ કરવાનો દિવસ. ખબર છે મંગળવાર આવે અને મને થાયછે કે તમને શું નવું નવું જણાવું? હમણાં અમારે ત્યાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગ્યો છે. તમને શું લાગે છે કે તે બંધ કરવું જોઇએ કે નહિં?
ચાલો બકા જમાદારે શું શોધી કાઢ્યું એ જોઈએ.
બકા જમાદાર બજારમાં ગયા અને શાકવાળાએ કહી દીધું કે, શાકની થેલી લાવ્યા છો? હવે પ્લાસ્ટિકમાં નહી મળે હાથમાં નહી તો છાપામાં લઈ જાવ. બકા જમાદારને તો થયું 'હવે રસ્તો કરવો રહ્યો. ' તે તો ધરે આવ્યા અને વિચારવા લાગ્યા. નક્કી કર્યુ જૂની ચાદરો અને ઓશિકાના ગલેફનો ઉપયોગ કરી તેમણે તો સરસ શાકની થૈલી બનાવી. પોતે પણ રાખી અને શેરીમાં પણ વહેંચી. બધાને ખૂબ મજા પડી. જૂની ચાદર અને ગલેફે તો કમાલ કરી.
હવે મોટા પ્લાસ્ટીકના કન્ટેનર, બાઉલ, ચમચીઓ અને ડીસોની અવેજીનું શું? અચાનક એમને યાદ આવ્યું કે તેમની માતા શકરીબેન કાગળના માવામાંથી વાસણ બનાવતા. હવે એ જ કરવું પડશે. એ તો નિકળ્યા શેરીમાં અને બધાંને ત્યાંથી ન્યુઝ પેપર ભેગા કર્યા અને પાણીમાં પલાળ્યા. તેમા આખી ખાવાની મેથી નાંખી ને પલળવા મૂક્યા.થોડો ઘઉંનો લોટ નાંખ્યો ને આરારૂટનો લોટ નાંખ્યો. ચારથી પાંચ દિવસ પછી કાગજને મસળીને પેસ્ટ બનાવી, વાસણના બીબા (ડાય) બનાવ્યા. પ્યાલો, બાઉલ, વાડકી, ડીસ ને ચમચા ચમચી પર લગાવી ને સૂકવી દીધાં. અરે ત્રાજવા પણ બનાવ્યા અને એવો સરસ ઉપયોગ કર્યો કે લોકો દંગ રહી ગયા. સુકાયા પછી તેને ઉખેડવામાં આવ્યા અને એ તો આસાનીથી નિકળી ગયા. આમ બકા જમાદારે માની જૂની કળા વિકસાવીને પ્લાસ્ટિકનો ત્યાગ કરી દીધો.
થોડા દિવસ પછી તેઓ બજાર ગયા તો તેમની પાસે કપડાની જુદી જુદી થેલીઓ હતી,
અને શાકવાળાની હાલત કફોડી હતી. 'શેરને માથે સવાશેર.' થયેજ છૂટકો!
બાળકો બોલો, તમે પણ માનો છો ને કે જૂનું એટલુ સોનું? તમે પણ દાદા દાદી કે માતા પિતાએ શિખવાડેલું યાદ રાખજો. નવું સ્વીકારો પણ હાનિકારક હોય તો તેનો બહિષ્કાર કરો. તો એનો અતિ ન થાય...ચાલો ફરી આવતા મંગળવારે મળીશું.
મળશોને તમારી મિત્ર શ્રીને અને બનાવી જોજો થેલી ને વાસણ.
પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...
નોંધ - ડાબી બાજુના કોઈ પણ ફોટા પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટો જુઓ. ત્યાં ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.