- રાજુલ કૌશિક
એક સરસ મઝાનો પાંચ વર્ષનો વ્હાલસોયો છોકરો. એ દિવસે તો એ એકદમ ખુશખુશાલ હતો. કેટલી બધી ગિફ્ટ મળી હતી? એમાં એને તો સૌથી વધારે ગમી ગયા પેલા એના ફેવરિટ સુપર હિરો અને એ પહેરે એવા કૉસ્ચ્યૂમ્સ. કેપ્ટન અમેરિકા, સુપર મેન, સ્પાઈડર મેન, આયર્ન મેન ,બ્લેક પેન્થર, સ્ટાર લોર્ડ , કેપ્ટન માર્વેલ,
... ઓહો હો..
સવારથી વારાફરતી એ બધા કૉસ્ચ્યૂમ્સ અને માસ્ક પહેરીને એ પોતાની જાતને સુપર હિરો જ માનવા લાગ્યો..અત્યારના સમયમાં આ એની વર્ચ્યૂલ દુનિયાના મિત્રો હતા અને એમાં એ ખુશ પણ હતો.
પણ આજે અચાનક એવું બની ગયું કે એને સમજાઈ ગયું કે, આ તો બધા એણે માની લીધેલા સુપર હીરો હતા પણ ખરેખર સુપર હિરો તો કેવા હોય છે? એના ડેડી સમાચાર જોતા હતા અને એમાં કોઈ બિલ્ડીંગમાં આગ લાગી હતી એના દ્રશ્યો આવતા હતા.થોડીવારમાં તો સાયરનો વગાડતી કૉપકાર, એંબ્યૂલન્સ અને ફાયર ટ્રકો આવીને ઊભી રહી ગઈ અને ફટાફટ ફાયર ટ્રકમાંથી પાણીના ફુવારા છૂટ્યા સાથે લાંબી લેડર બહાર આવી અને બિલ્ડીંગના સૌથી ઉપરના માળ સુધી લંબાઇ. ત્યાંથી ઘણા બધા માણસોને બચાવીને એ લોકો નીચે લઈ આવ્યા. ફટાફટ ત્યાં હાજ ડૉક્ટર અને નર્સે એમને ટ્રીટમેન્ટ આપવા માંડી અને જરૂર લાગી એમને એંબ્યૂલંસ દ્વારા હોસ્પિટલ તરફ રવાના કરવા માંડ્યા. કેટલા બધા કૉપ પણ આ બધાને સાચવવા અને ટોળાને કંટ્રોલ કરવામાં લાગી ગયા.
આ તો બધુ એણે પહેલી વાર જ જોયું હતું. એના ડૅડીએ શાંતિથી એને બધી સમજણ આપી કે આ બધા કૉપ, ડોક્ટરો, નર્સ અને ફાયરમેન કેવા જોખમ સામે આપણને રક્ષણ આપે છે એટલું જ નહીં પણ ફ્રન્ટ પર, નેવી અને એરફોર્સમાં જોડાઈને કેટલાય લોકો પોતાના જાનના જોખમે પણ દેશનું રક્ષણ કરે છે.
અને બસ એ દિવસથી રિશને સમજાઈ ગયું કે સાચા સુપર હિરો કોને કહેવાય.. વાર્તામાં આવતા આ પાત્રો વાંચીને રાજી થવા માટે હોય પણ આ સાચે સાચ કોઈને રેસ્ક્યૂ કરે, કોઈને હેલ્પ કરે ને એવા રીયલ સુપર હિરોને તો સેલ્યૂટ જ હોય.
આભાર સુરેશભાઈ
Happy to watch video. Thank you.