બાળક અને પ્રવૃત્તિ

મિતલ પટેલ

આણંદથી પબ્લિસ થતા "ગુર્જર ગર્જના "ન્યુઝ પેપરમાં 'વર્તમાન સમયમાં બાળકો ની મનોસ્થિતિ નું અનાવરણ...."

‌ બાળકનો મૂળભૂત સ્વભાવ જ વહેવાનો છે,રમવાનો છે, મ્હાલવાનો છે, ઝુમવા નો છે.તેને સ્થગિત કરી દેવામાં આવે ભલે તે પરિસ્થિતિને અનુલક્ષીને હોય તો પણ.. તેને કુંઠીત તા તરફ લઈ જતી દોરી ના બની જાય તે જોવું એક શિક્ષક તરીકે, માબાપ તરીકે, સમાજના એક નાગરિક તરીકે, જોવું સમજવું ખૂબ જરૂરી છે. આજ વિષયને લઈને જીસીઈઆરટી દ્વારા "પરિવારનો માળો" શૈક્ષણિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે.... જેમાં ઘણા વિદ્વાન વિચારકો, શિક્ષણવિદો દ્વારા.. એકદમ સરળ ભાષામાં બાળમનોસ્થિતિ ની કઈ રીતે આપણે સંભાળ લેવાની છે જેથી તેનો માનસિક રીતે તંદુરસ્ત વિકાસ થઈ શકે.આ પરિસ્થિતિમાં તેનાં મનોબળ પર ,વિચારો પર નકારાત્મક અસર ન થાય.. તેના પર વિચાર વિમર્શ કર્યો છે ને ઘણા સુદ્ઢકો ને રચનાત્મક ઉપાય બતાવ્યા છે. જેવાકે ...."આપણે તેની સાથે બેસી "પરિવાર વૃક્ષ " બનાવી શકીએ."... જેનાથી કુટુંબ ભાવના, સમાજ ભાવના, તેની હુંફ, લાગણીના સંગાથ નો તેને અહેસાસ રહે..."તેનામાં ડાયરી લખવાની ટેવ કેળવી શકીએ"..એક મસ્ત મજાની ડાયરી લાવી આપી અથવા સાદી નોટમાં ડાયરી બનાવી દરરોજ ચાર-પાંચ વાક્ય પોતાનાં મનગમતાં લખવાની તેનામાં આદત કેળવીએ. જેથી પોતાની લાગણીઓ, તકલીફ ,ખુશીને તે વાંચા આપતા શીખે. તેનો રચનાત્મકતા, ભાવનાત્મક વિકાસ થાય. હમણાં થોડુંક ફુરસદના સમય મળે છે તો બાળકો સાથે હળવા યોગા કરી શકો. તેને પણ યોગા પ્રાણાયામ અભિમુખ કરવાનો બેસ્ટ ટાઈમ છે. હળવાં યોગા તેને કરાવી શકાય. જે આવનાર સમયમાં શારીરિક માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે તેને મદદ કરશે. નાની-નાની ક્રિએટિવિટી તરફ વાળી શકો. જેમ કે પુસ્તકને કવર ચઢાવતાં શીખવો. જુના ચોપડાના પુંઠા માંથી માસ્ક બનાવતાં શીખવો.

. એ ચિલ્ડ્રન કોર્નર ઘરમાં બનાવી તેમાં તેનો મનપસંદ રંગ જાતે કરે, તે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી શકે તેઓ અવસર આપી શકીએ. ઘણા સગા-સંબંધી કે જેઓ સાથે તે ઘણા સમયથી સંપર્કમાં નથી તેમની જોડે ફોન કરીને બાળકને વાત કરાવી શકાય. વિડીયોકોલ થી નજીક ના સગા સંબંધીઓ, પિતરાઇ ભાઇ-બહેનો, તેના મિત્રો, ક્લાસમેટ, શાળાના શિક્ષકો જોડે વાત નિયમિત કરાવી શકાય. જેનાથી તે પોતાને એકલો થઈ ગયો ન સમજે અથવા તેવો ભાવ તેનામાં ન આવે. જુના આલ્બમ કાઢી તેને બતાવી શકાય... અથવા જોવા આપી શકાય. અને તેમાં ઘણા જૂના મિત્રો અને સંબંધીઓ નો પરિચય તેને કરાવી શકાય. જે બાળકના સામાજિક વિકાસમાં ખૂબ મદદરૂપ થઈ શકે.

હમણાં આર્થિક-સામાજિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ મોટેરાઓ થોડી ચિંતા અને પરિવર્તનના સમયમાં જીવી રહ્યા છે. ત્યારે સ્વભાવિક છે બાળક પણ નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જવાય. પણ સભાનપણે આ પરિસ્થિતિ અટકાવવી પણ એટલી જ જરૂરી છે. કારણ કે મા-બાપ પોતાના ઘરકામ અને ઓફિસના કામમાં વ્યસ્ત રહી આ કપરો સમય સહેલાઇથી પસાર કરી લેશે. પણ બાળક સતત મુંઝાતુ, કચવાતુ, અને અન- બેલેન્સ્ડ ફીલ કરતું ઘરમાં ફરતું હશે. તેને હુંફ, સહકાર તેની મનોસ્થિતિ ને સમજીને તેની જોડે વ્યવહાર કરવો ખૂબ જરૂરી છે.જેમ મોટેરાઓ સ્ટ્રેસ ડિપ્રેશન ની લાગણી જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવતા હોય છે તેમ આજના જમાનામાં બાળકો પણ અનુભવતા હોય છે તેને "કળવું" આપણા માટે અને બાળક માટે ખૂબ જરૂરી છે.

આજે માનવતાની જરૂર મોટેરાઓને છે એનાથી કંઈ કેટલીય જરૂર બાળકોને પણ છે. ફરક એટલો છે કે મોઢેરા પોતાની થઇ રહેલ તકલીફ ને વાચા આપી શકે છે. વ્યક્ત થઈ શકે છે ,કોઈની મદદ માગી શકે છે. ને બાળકો પોતાની મૂંઝવણ વ્યક્ત કરવા પડઘો શોધતા હોય છે. જે આપણે બનવાનું છે. બાળક જ્યારે મન ભરીને રમે છે ત્યારે તે પ્રસન્ન રહી શકે છે. ને તે પ્રસન્ન રહે છે ત્યારે જ તે સારું ભણી શકે છે ને તેને તંદુરસ્ત વિકાસ થઈ શકે છે. આજે ટ્યુશન ,હોમવર્ક, બીજા એક્સ્ટ્રા એક્ટિવિટીઝ ના વર્ગો થી બાળકોને મજુર બનાવી દેવામાં આવ્યો છે. ભાર વહન કરતો મજુર. તે ટીપીકલ બાળમજૂરીથી સહેજ પણ ઓછું નથી. આ એક જ કારણ છે કે તે અભ્યાસમાં અભિરુચિ કેળવી શકતો નથી. રસ દાખવી શકતો નથી. એવું નથી કે ભણવાનું તેને ગમતું નથી પણ ભણવાની વ્યાખ્યા માત્ર ગોખવાનું,રટ્ટો લગાવવાનું, જુનુ માત્ર એક ને એક લખ્યાં કરવું તે નથી. તે ખુદને કંઈક નવું શીખી શકે,સ્વાનુભવથી સ્વ ઈચ્છા થી,સ્વરસથી વિવિધ વિષયો જોડે તાદામ્ય કેળવી શકે અને તેને જીવન અનુભવથી તારવી શકે તો તેને મજા આવે. તમને આઠ નવ કલાક સતત એક જ પ્રવૃત્તિ કર્યા કરવાનું કહે તો તમને તેનામાં કોઇ અભિરુચિ પ્રગટે કરી...!!! તો બાળકને કેવી રીતે થાય? તેનો અર્થ એવો નથી કે ભણવાનું જ નહીં.પણ ધ્યાન રાખવું જરૂરી છે કે બાળક ભણવા નામે માત્ર પ્રશ્નોને ત્રણ-ચાર વાર લખી લખીને માત્ર રટ્ટો જ નથી લગાડતો ને...

‌ સતત પ્રવૃત્તિશીલ રહેવું એ બાળકનો સ્વભાવ છે માટે બાળક જો આવાં વાક્યો ઉચ્ચારે....કે "મને કંટાળો આવે છે" "મને કંઈ ગમતું નથી" "મારી સાથે બેસો ને પપ્પા"..."મમ્મી મારી સાથે વાત કરો ને"..."પપ્પા મારી સાથે બેસીને ટીવી જુઓ ને"...."મમ્મી મારી સાથે રમો ને..".."મને એકલું એકલુંલાગે છે".. આવાં વાક્યો ઉચ્ચારે એટલે આપણે માની લેવું કે આપણી બાળક માટે ની ફરજ અદા કરવામાં ક્યાંકને ક્યાંક આપણે થાપ ખાઇ રહ્યા છે. ને તરત તેના પ્રત્યે સચેત થઇ બાળકની મનોસ્થિતિને સમજી, તેના ઉપાયો શોધવા પ્રયત્નશીલ થઈ જવું જરૂરી છે. એ તમારો સમય માંગે છે ,તમારો સંગાથ માગે છે, તમારી તેની સાથે ની ઉપસ્થિતિ માંગે છે. ને તે આપવું તે તમારી ફરજ છે.જો તમે ઈચ્છતા હોય કે તમારું બાળક આત્મવિશ્વાસુ ,સાહસી, હિંમતવાન, લાગણીશીલ ,સંવેદનશીલ ,સામાજિક બને તો તેના માનસિક સ્વાસ્થ્ય ને ખાસ સાચવજો. તમે ઈચ્છતા હોય કે તેનાં માં આઈ-ક્યુ લેવલની સાથે ઈ- ક્યુ લેવલ પણ ખૂબ ઊંચું રહે ને જીવનમાં દરેક પરિસ્થિતિમાં ટકી રહેવા તે સક્ષમ બને તો તેનાં માનસિક વિકાસનો શ્રેષ્ઠ તબકકો આ જ છે . સતત હકારાત્મક સુદ્ઢકો આપી, સહકાર ,સાથ ,સંગાથ આપી તેનો વિકાસ કરવો જરૂરી છે.

‌ મિત્તલ પટેલ
‌"પરિભાષા "
‌અમદાવાદ

One thought on “બાળક અને પ્રવૃત્તિ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *