કૈઝન


-    મિતલ પટેલ

TQM--ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ
on WIKI
https://en.wikipedia.org/wiki/Kaizen

"કૈઝેન"એ એક જાપાનીઝ શબ્દ છે. તેનો અર્થ થાય છે."કન્ટિન્યુઅસ ઈમ્પ્રુવમેન્ટ". આ કોન્સેપ્ટ વર્લ્ડ વોર-2 પછી જ્યારે જાપાન આર્થિક રીતે અને બીજી બધી રીતે પડી ભાગ્યું હતું ત્યારબાદ પોતાની ઇકોનોમીને અને પુરા દેશને રીબિલ્ડ કરવા માટે જાપાન દ્વારા આ નવાં TQM(ટી ક્યુ એમ) કોન્સેપ્ટ ને એપ્લાય કરવામાં આવ્યો હતો. અને આ કોન્સેપ્ટથી ખુબ ઓછા સમયમાં આર્થિક રીતે અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ હરણફાળ ભરી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.

" કૈઝેન" કોન્સેપ્ટમાં દરેક ફિલ્ડમાં ચાહે સરકારમાં હોય ,બેન્કિંગ માં હોય, હેલ્થ કેરમાં હોય ,શિક્ષણમાં હોય, લાઈફ કોચિંગમાં હોય કે,કોઈ પણ બિઝનેસમાં હોય દરેક એમ્પ્લોય "ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ "એટલે કે "સો ટકા ક્વોલિટી વર્ક " કરે એવો પ્રયત્ન કરવામાં આવે છે."સતત ઇમ્પ્રૂવમેન્ટ" એ તેમનું લક્ષ્ય હોય છે. નાનામાં નાના વર્કર થી માંડી મોટા મોટા પદ પરનાં દરેક વ્યક્તિઓ પોતાનું કામ ૧૦૦% ક્વોલિટી વાળું કરવાનો નિર્ધાર કરે છે.

TQM( ટી ક્યુ એમ )ના કોન્સેપ્ટ ની શોધ એડવર્ડ ડેમિંગ દ્વારા કરવામાં આવી. તેના દ્વારા આ કોન્સેપ્ટને ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો . તેની મદદથી જાપાનની ઝળહળતી સફળતા બાદ વિશ્વના અનેક દેશોએ અને અનેક મોટી કંપની તથા સંસ્થાઓએ આ કોન્સેપ્ટ દ્વારા સફળતા હાંસલ કરી.

ઓટોમોબાઇલ કંપની ટોયોટા એ "ટી ક્યુ એમ" કોન્સેપ્ટ દ્વારા સફળતા હાંસલ કરનાર એક મહત્વનું એક્ઝામ્પલ છે. ટોયોટાએ "ટી ક્યુ એમ "અને કૈઝેન ને અપનાવી સંસ્થાના દરેક લેવલ પર ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ કાર્ય કર્યું. ટોયોટા એ (એસ ક્યુ સી) સેટિસ્ફાઇડ ક્વોલીટી કંટ્રોલ ને ૧૯૪૯ માં અપનાવ્યું. 1965માં તેને ક્વોલિટી ઈમ્પ્રુવમેન્ટ માટે "ડેમિંગ એપ્લિકેશન પ્રાઈઝ "એવોર્ડ આપવામાં આવ્યો. આ એવોર્ડ "ટી ક્યુ એમ "નાં શોધક એડવર્ડ્સ ડેમિંગ ની યાદમાં અપાય છે.1994 માં "ટોયોટા ગ્રુપ એક્ઝિક્યુટીવ ટી ક્યુ એમ "ટ્રેનિંગ કોર્સ તેને શરૂ કર્યો. જેના દ્વારા નવા એમ્પ્લોઈ ને "ટી ક્યુ એમ "ની ટ્રેનીંગ આપવામાં આવતી.

"ટી ક્યુ એમ " થી સફળતા મેળવનાર કંપનીનું બીજું ઉદાહરણ છે ઇન્ડિયા બેસ્ટ કંપની' ટાટા સ્ટીલ'. જેને 1980 માં "ટી ક્યુ એમ "માં તેને ડેમિંગ એપ્લિકેશન પ્રાઈઝ એવોર્ડ મળ્યો તેને ગ્રાહકોની જરૂરિયાત ને ઉડાન પૂર્વક સમજી તેના માટે ક્વોલિટી બેઝ્ડ મેથોડોલોજી એપ્લાય કરી.2008માં ટાટા સ્ટીલ એ "પરફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ કમિટી" (પી આઈ સી) ની સ્થાપના કરી. સતત પરફોર્મન્સ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા આ "પી આઈ સી " ગ્રુપ એ સ્ટીલ મેકીંગ, ફ્લેટ રોલિંગ, આયર્ન મેકીંગ,લોગ રોલિગ વગેરેને એસ્ટાબ્લીશ કર્યા.

કર્ણાટકમાં ઉચ્ચ શિક્ષણ માટે NAAC નાં સપોર્ટ થી "ટી ક્યુ એમ મુવમેન્ટ" લોન્ચ કરવામાં આવી છે.તેમનો ધ્યેય કર્ણાટકને વર્લ્ડક્લાસ એજ્યુકેશન કેપિટલ ઓફ ઇન્ડિયા બનાવવાનો છે. શિક્ષણમાં જ્યાં સુધી તમારો દ્રષ્ટિકોણ અને માઈન્ડ સેન્ટ ચેન્જ નહીં થાય ત્યાં સુધી એજ્યુકેશન ની ક્વોલેટી માં ક્યારેય સુધારો થવાનો નથી."ટી ક્યુ એમ "એ આપના સિદ્ધાંતો ,પદ્ધતિઓ ,કામ ,ટેવો મેનેજમેન્ટ ,સાધનો, પદ્ધતિઓનું હાર્મોનિકલ ક્વોલિટી વર્ક
છે.

આપણે કોઈ પણ નોકરી કરતાં હોઈએ , કોઈ પણ ધંધો કરતા હોઈએ કે કોઈ પણ ફિલ્ડમાં જોબ કરતાં હોઈએ આપણે આપણી જાતને આટલા પ્રશ્નો અવશ્ય પૂછવા જોઈએ...."આપનો આ ફિલ્ડમાં આવવાનો હેતુ શું છે?"આપણને શું નીપજ જોઈએ છે?". "શું હું જેટલો પગાર લઉં છું એટલું કામ કરું છું ખરો??" મારાં બિઝનેસમાં હું મારા કસ્ટમરને તેના પૈસા મુજબ વળતર આપું છું ખરો?? " "મેં જીવનમાં આગળ વધવા માટે જે રસ્તો પસંદ કર્યો છે શું તે સાચો છે??"ઉદાહરણ તરીકે જો હું શિક્ષક છું તો હું મારા બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂરતા પ્રયત્નો કરું છું ખરો?? મારી જોબ નૈતિકતાની છે . મારી કામમાં ચુક થી આટલાં બધાં બાળકો ની જીવન પર વિપરીત અસર થશે. આટલા બધાં બાળકોના જીવનને આકાર આપી રહ્યો છું જેનાંથી આપણો ભાવિ દેશ બનવાનો છે. જેનાંથી આપણું ભાવિ સમાજ બનવાનો છે. શું મારી ફરજ બરાબર રીતે નિભાવી રહ્યો છું ખરો? તેમના માં બાપ એ તેમના બાળકો નાં નાના-નાના હાથને તમને સોંપી,તમારા ભરોસે મૂકી ભવિષ્યની કેડી કંડારવા દોરી આપી દીધી છે તો શું તમે તે જવાબદારી નિભાવવા સક્ષમ છો? અથવા સારી રીતે નિભાવી રહ્યા છો ખરા? આ પ્રશ્નો થોડાં થોડાં સમયે પોતાની જાતને અવશ્ય પૂછવા જોઈએ.

ક્વોલિટી વર્ક કરવાની આદત આપણે પોતે પોતાના માટે કેળવવાની છે. સરકાર આ અભિગમ એપ્લાય કરશે કે આપની સંસ્થા કંપની કે ક્ષેત્રમાં આ "ટી ક્યુ એમ "એપ્લાય કરવામાં આવશે ત્યારે આપણે સારી રીતે કામ કરીશું તેવી અપેક્ષા રાખ્યા વગર આ ગુણ આપણે સૌએ "સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ" નાં એક ભાગરૂપે કેળવવો જોઈએ.નાનામાં નાનું કામ પણ કરો તો તે પણ હન્ડ્રેડ પર્સન્ટ ક્વોલિટી વાળું કરો તો મોટા કામ ઓટોમેટીક શ્રેષ્ઠ ગુણવત્તા વાળા ચોક્કસ કરી શકશો.દરેક વ્યક્તિ શ્રેષ્ઠ સક્ષમ અને અનેક ક્ષમતાઓ થી ભરપુર છે પણ જેમ સૂર્યનાં કિરણો એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે તો તેની ઊર્જા એ અનેક ગણી વધી જાય છે ને પ્રોડક્ટિવ વર્ક થઈ શકે છે. તેવી જ રીતે તમે જે પણ ક્ષેત્રમાં કાર્ય કરતા હોવ તમારું કામ કોઈપણ બહાનાબાજી કે છટકબારી શોધ્યા વગર તે કાર્ય કરવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરો. એવું નથી કે ઓવર ટાઈમ વર્ક કરવાનું.માત્ર આઠ કે નવ કલાકની જે તમારી નોકરી છે તેમજ માત્ર એટલા જ કલાક તમે સો ટકા એમાં ઇનવોલ્વ થઈ તમારું શ્રેષ્ઠતમ તેમાં આપો. આમ પણ આઠ નવ કલાક તમે જે તે કંપની, સંસ્થા કે શાળા કે તમારુ જે પણ ક્ષેત્ર હોય તેમાં તમે રહેવાના જ છો... કામ સારી રીતે કરશો તો પણ...ને નહીં કરો તો પણ. તો નકામી વસ્તુઓ માં સમય બગાડ્યા વગર જે કામ માટે તમને વળતર મળે છે. ઓળખ મળે છે. અને તમારી ફરજ પણ છે. તો એમાં હન્ડ્રેડ પર્સન્ટ એ કામને માટે શા માટે ન આપીએ? સૌથી મોટો ફાયદો તેનાથી તમને જે કાર્ય સંતોષ મળશે જે ખુશી મળશે તે કરોડો રૂપિયા કમાવા થી પણ નહીં મળે. ને તેનાથી રવિવાર ના આરામ બાદ સોમવાર તમને ઓળખામનો નહીં લાગે!!

થઈ શકે તો ખુદને ખૂંપાવી જો તું કર્મ માં....
નૈમિત્તિક એ કાર્યોને તું નીભાવી જા સાચા મર્મ માં...
તેનાથી જ ઝંઝાવાતો માં ટકી જઈશ તું.....
જીવી જઈશ સાચા અર્થમાં......

મિત્તલ પટેલ
"પરિભાષા "
અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *