એબલ મુત્તાઈ

સાભાર - જતીન વાણિયાવાળા

ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો .. ફિનિશિંગ લાઈન થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ અટકી પડ્યો... એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણ માં અને ગેરસમાજ માં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝ એ આ જોયું અને તેને લાગ્યુ કે આ કૈક ગેર સમાજ છે... તેણે પાછળ થી બૂમ પાડી અને મુત્તાઈ ને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે...
પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમાજ ના પડી.... આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો હતો. ... સ્પેનિશ રનર ઈવાન એ પાછળ થી આવી અને અટકી પડેલા મુત્તાઈ ને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પર કરી ગયો....

ખુબ નાનો , પણ અતિ મહત્વ નો પ્રસંગ. ... આ રેસ હતી ... અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ... ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત ... ફિનિશ રેખા પાસે આવી ને અટકી પડેલા મુત્તાઈ ને અવગણી ને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈ ને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર. ...

એક પત્રકારે ઈવાન ને પૂછ્યું , " તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલ ને હાથ થી જવા દીધો... "
ઈવાન એ સુંદર જવાબ આપ્યો ..." મારુ સ્વ્પ્ન છે કે , ક્યારેકે આપણે એવો સમાજ બનાવીયે, જ્યા વ્યક્તિ બીજા વ્યક્તિ ને ધક્કો મારે , પરંતુ પોતે આગળ જવા માટે નહિ.... પરંતુ બીજા ને આગળ લાવવા, મદદ કરવા, એની શક્તિ ને બહાર લાવવા ધક્કો મારે... , એવો સમાજ જ્યાં એક બીજા ને મદદ કરી બંને વિજેતા બને ..."

પત્રકારે ફરી થી પૂછ્યું , " તમે એ કેન્યન મુત્તાઈ ને કેમ જીતવા દીધો? તમે જીતી શકત..."

જવાબ માં ઈવાન એ કહ્યું , " મેં એને જીતવા નથી દીધો.. ,
એ જીતતો જ હતો...
આ રેસ એની હતી...
અને છતાં જો હું એને અવગણી ને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસે થી પડાવેલી જીત જ હોત..
આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ?
આવો જીતેલો ચંદ્રક હું મારી મા ને શી રીતે બતાવી શકું?
હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? "

સઁસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે...
એક પેઢી થી બીજી પેઢી ને મળતો વારસો છે....
આમ થાય અને આમ ના જ થાયે... આ જ પુણ્ય અને પાપ છે...
આ જ ધર્મ છે...

બાળકો ને આપણે શું આપીએ છે, એ જ નક્કી કરશે કે કાલ નો સમાજ કેવો હશે....
નીતિમત્તા અને સંસ્કાર ના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી...
બાળક પોતા ના માતા પિતા ના વર્તન, વ્યહવાર અને આદર્શ ને જ અનુસરે છે... તેમાં થી જ શીખે છે અને એનું ઘડતર થાય છે...

જીતવું મહત્વ નું છે .. પણ કોઈ ભોગે જીતવું એ માનસિક પંગુતા છે ... કોઈ નો યશ ચોરી લેવો ..કોઈ ની સફળતા પોતા ને નામ કરવી .. બીજા ને ધક્કો મારી પોતે આગળ આવવા નો પ્રયત્ન .. આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયા નો ભાવ અપાવે પણ ખુશી નહિ અપાવે ...કારણ ,અંતરમન અને અંતરઆત્મા તો સાચું જાણે છે ...
આ સુંદરતા , પવિત્રતા, આદર્શ , માનવતા અને નીતિમત્તા ને આગળ ધપાવીએ ...
બીજી પેઢી માં પ્રમાણિકતા અને નીતિમત્તા ના બીજ રોપીએ .....

human-kindness-8.jpg

One thought on “એબલ મુત્તાઈ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *