૧૯૩૭માં જાપાનના શિક્ષણશાસ્ત્રી શ્રી, સોસાકુ કોબાયાશીએ ' તોમોએ શાળા' સ્થાપી. તેઓ ઇચ્છતા હતા કે, બાળકનું વ્યક્તિત્વ બને તેટલી સહજતાથી વિકાસ પામે. શિક્ષણના ઘડતર અને ચણતર માટે શિક્ષણના ઉત્તમ પ્રયોગો તેમ જ મુક્ત વાતાવરણમાં ભણવા - ભણાવાવાની પ્રવૃત્તિઓ આ શાળામાં વપરાતી.
એ શાળામાં ભણીને જીવનમાં બહુ આગળ વધેલી તેત્સુકો કુરોયાનાગીએ પોતાનાં શાળાજીવનનાં સ્મરણોને લક્ષ્યમાં રાખીને 'તોતો યાન' નામની વાર્તા લખી હતી.
એનો ગુજરાતી અનુવાદ શ્રી. રમણ સોનીએ કર્યો છે. અને તે પુસ્તકનો પરિચય 'પ્રતિલિપિ' પર 'વાગ્ભિ' એ કરાવ્યો છે . એ વાંચવા અહીં ક્લિક કરો.
સાભાર - વાગ્ભી, પ્રતિલિપિ