આત્મહત્યા કરવા જતાં અબજોપતિ!

←  મુખ્ય વિભાગોમાં જવા અને ઝટપટ ટચૂકડા આકર્ષણો
      માણવા આ બારી પર ક્લિકો!

જીવનમાં બહુ નિષ્ફળતાંનો સામનો કર્યો હોય તો,  એક વાર  આ જરૂર વાંચજો- 

  • ૫ વર્ષની ઉંમરમાં એનાં પિતાનું અવસાન
  • ૧૬ વર્ષની ઉંમરમાં સ્કુલ છોડી
  • ૧૭ વર્ષની ઉંમર સુધીમાં ચાર  જોબ છોડી ચૂકેલો
  • ૧૮ વર્ષની ઉંમરે લગ્ન, ૧૯  વર્ષની ઉંમરે તે પિતા બન્યો અને ૨૦  વર્ષની ઉમરે તેની પત્ની તેની નાની દિકરીને લઈને, તેને મૂકીને ચાલી ગઈ.
  • ૧૮ થી ૨૨  વર્ષની ઉંમર વચ્ચે કન્ડક્ટરની જોબ પણ એમાંય સફળ ના ગયો
  • લશ્કરમાં જોડાયો તો ત્યાં પણ ના ચાલ્યો
  • કાયદાની સ્કુલમાં ભણવાં માટે અરજી કરી તો ત્યાં પણ સિલેક્ટ ના થયો
  • ઇન્સ્યોરન્સ સેલ્સમેન બન્યો અને ત્યાં પણ નિષ્ફળ...

    એક નાના કાફેમાં તેણે રસોઈયા અને વાસણો માંજનારની નોકરી ચાલુ કરી. એની પોતાની દિકરીને લઈ જવામાં (કિડનેપ કરવામાં) તે નિષ્ફળ ગયો; પણ  છેવટે તેની પત્નીને ઘરે લાવવામાં સફળ થયો...

     ૬૫ ની ઉંમરમાં તે નિવૃત્ત થયો; અને  રિટાયરમેન્ટનાં પ્રથમ દિવસે ગવર્નમેન્ટે તેને ૧૦૫  ડોલરનો ચેક આપ્યો. એને એવું લાગ્યું જાણે ગવર્નમેન્ટ એમ કહેવાં માંગતી હોય કે....

એ પોતાની જરૂરીયાત પૂરી કરવા પણ સક્ષમ નથી.

     તે આખી જિંદગીમાં ક્યાંય સફળ નહોતો ગયો, એને પોતાનું જીવવું બેકાર લાગ્યું, તેણે આત્મહત્યા કરવાનું વિચાર્યું.  એક ઝાડ નીચે એ પોતાની વસિયત લખવા માટે બેઠો, પણ તેણે ત્યાં વસિયત લખવાને બદલે એ બધી વાત લખી ,  જે પોતાના જીવનમાં  એણે સંપૂર્ણપણે કરેલી હતી.

    ત્યારે તેને સમજાયું કે, હજી તેને જીવનમાં  ઘણું બધું કરવાનું બાકી હતું. એ જાણતો હતો કે, એક વસ્તુ તે કોઈનાં પણ કરતાં સારી રીતે કરી શકતો હતો અને એ હતું – રાંધવાનું !

   સરકારે આપેલા એ ચેકમાંથી એણે ૮૭  ડોલર ઉપાડ્યા અને થોડું ચિકન લઈને એને આવડતી રેસીપી બનાવી અને અને એ કેન્ટુકીમાં  ( Kentucky -અમેરિકાનું એક રાજ્ય) તેની આડોસ-પડોસમાં રહેતાં લોકો પાસે જઈને ઘેર ઘેર વેચીને પૈસાં કમાવા લાગ્યો.

     ૬૫ ની ઉમરમાં જે વ્યક્તિ આત્મહત્યા કરવા મજબૂર બની ગયો હતો, તેણે ૮૮ વર્ષની ઉમરમાં Kentucky Fried Chicken (KFC) નું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું; અને  કરોડોપતિ બની ગયો. એના મરણ પછી પણ હજી એણે ઊભું કરેલું  સામ્રાજ્ય આખા વિશ્વમાં ફેલાયેલું છે.  કોલોનેલ સેન્ડર્સ નામના  આ  માણસને હવે આખી દુનિયા જાણે છે !

વિકિપિડિયા પર વિગતમાં જીવન ચરિત્ર અહીં ...

MORAL of the Story –
      શરૂઆત કરવાં માટે કોઈ દિવસ ‘મોડું થઈ ગયું’ એમ વિચારવું નહીં. બધું તમારા અભિગમ, વલણ કે , attitude  પર નિર્ભર છે. તમારામાં પણ કોઈ એવી ખાસિયત હોય જ છે,  જે તમને સફળ બનાવી  શકશે. એને જાણવાનો પ્રયત્ન કરો. એ બીજાંથી અલગ જ હશે અને જે દિવસે એ અન્યથી અલગ આવડત લઈને તમે મહેનત ચાલુ કરશો ત્યારે તમને પણ સફળતાની ઊંચાઈ સુધી પહોંચવાં માટે કોઈ નહીં રોકી શકે...

     જ્યાં સુધી તમે successful નથી થતા, ત્યાં સુધી તમારા  struggle ની વાતોમાં કોઈ ને રસ હોતો નથી!

--

One thought on “આત્મહત્યા કરવા જતાં અબજોપતિ!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *