ચિત્રકળા પાઠ ૪ થો

ચિત્રકળા પાઠ થો

આજે હવે આપણે પેન્સીલ સ્કેચ શ્રેણીમાં ત્રિપરિમાણી ચિત્રો (Thee dimensional pictures) ની વાત કરીશું.

દ્વીપરિમાણી કાગળ ઉપર ખરેખરા ત્રિપરિમાણી ચિત્રો દોરી શકાય નહીં. હકીકતમાં ત્રિપરિમાણી વસ્તુઓને ચિત્ર કહેવાય, એને શિલ્પ કહેવાય. તેમ છતાં આપણે દ્વીપરિમાણી કાગળ ઉપર ત્રિપરિમાણી આભાસ ઉભો કરી શકીએ.

પાઠ ૪ થો ચિત્ર-૧

એક બરણીનું ચિત્ર છે. ચિત્ર જોઈને આપણે સાચુકલી બરણી જોયા જેવું લાગે છે. જો દ્વીપરિમાણી ચિત્ર હોત તો આપણને એવો આભાસ થાત. દ્વિપરિમાણી ચિત્રમાં એની સૌથી નીચેની રેખા સીધી હોત. એની સૌથી ઉપરની રેખા પણ સીધી હોત. નીચેની રેખાનું વણાંક, અને ઉપરની રેખાને બદલે ovel આકાર અને અન્ય વધારાની રેખાઓ ચિત્રને વાસ્તવિકતાની નજીક લઈ જાય છે.

પાઠ ૪ થો ચિત્ર-૨

પાણીના મગનું ચિત્ર પણ એવી ખુબીઓ દર્શાવે છે. આમાં ઉમેરેલી એક (આડી) સીધી લીટી ઉમેરવાથી મગ જમીન ઉપર મૂક્યો છે એવો આભાસ થાય છે.

પાઠ ૪ જો ચિત્ર-૩

અને જુવો અનાજ ભરવાનો સ્ટીલનો ડબ્બો. દેખાય છે ને આબેહૂબ. એની કડી વગેરે દોરવા માટે થોડો અનુભવ જોઈએ. અહીં પણ એક સીધી લીટી ઉમેરીને એને જમીન ઉપર મૂક્યો હોય એવો આભાસ ઉભો કર્યો છે.

-- --
-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *