કોયડો – ૧૦, મંદિરમાં નાળિયેર

     એક ભાઈ ત્રણ મંદિરમાં સરખા ભાગે ચઢાવવા ઘરેથી કેટલાક નારિયેળ લઇ ગયા. પહેલા મંદિરમાં તેણે ત્રીજા ભાગના નારિયેળ આપ્યા ત્યારે પૂજારીએ તેમાંથી અડધા નારિયેળ તેને પાછા આપ્યા.

     તે જ રીતે તે બીજા મંદિરમાં ગયા પછી ત્યાં પણ મૂળ નારિયેળના ત્રીજા ભાગના નારિયેળ પૂજારીને આપ્યા. આ પૂજારીએ પણ તેણે આપેલા નારિયેળમાંથી અડધા નારિયેળ પાછા આપ્યા.

     આજ રીતે ત્રીજા મંદિરમાં બન્યું.

    જ્યારે તે ઘરે પાછા આવ્યા તો તેની પાસે છ નારિયેળ હતાં તો ઘરેથી તે કેટલા નારિયેળ લઇ ગયા હશે?

બાર નારિયેળ – ત્રણ વખત થઈને ૬ નાળિયેર તેમને પાછા મળ્યા …માટે દરેક વખતે તેમને બે નાળિયેર પાછા મળ્યા હશે….માટે તેમણે ચાર નાળિયેર દરેક મંદિરમાં આપ્યાં હશે…..માટે કુલ નાળિયેર = ૧૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *