રાજકોટની વિનોબા ભાવે પ્રાથમિક શાળાના આચાર્ય રાઠોડ વનિતા રોજના 6 વૃક્ષનું વાવેતર કર્યા બાદ જ પાણી પીવે છે. રાજકોટમાં ઘટતા જતા વૃક્ષની સંખ્યાને કારણે પડતી મુશ્કેલીને કારણે મહિલા આચાર્યે આ સંકલ્પ લીધો છે. 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી મહિલા આચાર્ય રોજના 6 વૃક્ષ વાવે છે. અત્યાર સુધીમાં તેઓએ 5 હજારથી વધુ વૃક્ષનું વાવેતર કર્યું છે. એટલું જ નહીં આ સંકલ્પ માટે સ્વખર્ચે તેઓ રોપા અને છોડ ખરીદ કરે છે અને જાતે જ ખોદકામ કરીને વૃક્ષનું વાવેતર કરે છે. ખુલ્લી જગ્યા, મંદિર, ઘરના આંગણે, સોસાયટી અને જાહેર સ્થળોએ તેઓ વૃક્ષ વાવી રહ્યા છે. એટલું જ નહીં તેઓએ પોતાની શાળાના પટાંગણમાં પણ વૃક્ષનું વાવેતર કર્યું છે. આ માટે શૂઝ, પ્લાસ્ટિકની બોટલ, ટાયર વગેરેનો ઉપયોગ કર્યો છે. વૃક્ષોના જતન અને પ્રકૃતિની જાળવણી માટે તેઓને એવોર્ડ પણ મળ્યા છે. તેઓ ફળફળાદી અને ફૂલ છોડ બન્ને પ્રકારના વૃક્ષોનું વાવેતર કરે છે.
ઘરમાં જેટલા સભ્યો એટલા વૃક્ષો હોવા જોઈઅે
વનિતાબેન એવું દ્રઢપણે માને છે કે, આજે ઘરમાં જેટલા સભ્યો છે. સામે એટલા જ વાહનો હોય છે અને તેના વધતા જતા વપરાશને કારણે પર્યાવરણ પર અસર પડે છે. આ નુકસાન અને અસર ઓછી કરવા માટે વૃક્ષ ઉપયોગી બને છે. માટે દરેક સભ્યોએ એવો સંકલ્પ રાખવો જોઈએ કે જેટલા સભ્યો છે તેટલા જ વૃક્ષો હોય તો દરેકને ફાયદો થાય.
તસવીરો: ધારા નગેવાડિયા, રાજકોટ.
ખૂબ સુંદર પ્રેરણાદાયી વાત
ખૂબ સુંદર પ્રેરણાદાયી વાત
વિગતે સમજાવશો-‘આ માટે શૂઝ, પ્લાસ્ટિકની બોટલ, ટાયર વગેરેનો ઉપયોગ કર્યો છે.
હવે રાજકોટ જ ઇએ ત્યારે મળવા જશું