પહેલો ચિત્રમેળો – ૧

                                                                    

  આ અગાઉ  જાહેર કરવામાં આવ્યું હતું કે,  આણંદની નજીક આવેલ  ચિખોદરા  ગામની આનંદ  કન્યા શાળામાં, ઈ-વિદ્યાલયના અનુરોધથી ચિત્રમેળો શરૂ કરવામાં આવ્યો છે. ( અહીં વાંચો...) દર શુક્ર કે શનિવારે બાળકો ચિત્રો દોરે છે. 

   છેલ્લા બે અઠવાડિયામાં શાળાની કન્યાઓએ કરેલાં સર્જનો નીચેના વિડિયોમાં જોઈ શકાશે. આ મેળાનું સંચાલન કરતાં આનંદ કન્યાશાળાના શિક્ષકો છાયાબહેન ઉપાધ્યાય અને મહેશ મેકવાનના અમે ખુબ આભારી છીએ.

7 thoughts on “પહેલો ચિત્રમેળો – ૧”

 1. બાળકોને પ્રોત્સાહન આપીને આરીતે ચિત્રકળા ને જુદીજુદી આર્ટ તરફ આગળ વધારવાનો સુંદર પ્રયાસ.

 2. વાહ. ખૂબ જ આનંદ થયો. ચિત્રોમાં મને પણ રસ હોવાથી હું સતત છાયાબેનની મહેનત જોતી રહેતી. બાળકોને તૈયાર કરવાની ઉત્તમ રીત ગમી. સૌને અભિનંદન.?

 3. આપ સર્વેને સારી વેબસાઈટ તૈયાર કરવા માટે અભિનંદન. નાના બાળકોવાળા કુટુંબને લિન્ક મોકલાવી.
  સરયૂ પરીખ

 4. છાયાબહેનનો ઈમેલ સંદેશ…
  હૅલો સુરેશભાઈ

  કળા કેટલી જરૂરી છે તે શિક્ષક તરીકે સમજીએ પણ કેટલીક મર્યાદાઓ નડે. ચિત્ર, સંગીત, નૃત્ય અને ક્રાફટ વગર કોઈ બાળક રહેવું ના જોઈએ એમ થાય. ઓછામાં ઓછું ચિત્ર તો કરાવી જ શકાય. પણ, કળા ખર્ચાળ બાબત છે.

  અમારી દિકરીઓને ચિત્ર દોરવાની તક મર્યાદિત મળે. શાળામાં દાદર તરફની દિવાલ અમે બ્લૅક રંગી છે. જેથી, છોકરીઓ ત્યાં ગમે તે દોરી શકે. મને ચિત્રમાં રસ છે અને રેખાઓના લય અને પ્રમાણની થોડી સૂઝ. એટલે હું રેખા ચિત્રો અને ડૂડલીગ કરાવું. વળી, “પરફૅક્ટ ડ્રૉઈગ” કે કૉપી કરવામાંબાળકોની સ્વાભાવિક સર્જનાત્મકતા દબાઈ ના જાય તેની ખેવના. આમ છતાં, અભ્યાસક્રમના દબાણને કારણે ચિત્ર પર પૂરતુ ધ્યાન આપી શકાતું નથી.

  ઈ-વિદ્યાલય પ્રેરિત ચિત્ર મેળો અમારા માટે એક ઉદિ્પક બની રહ્યો. પહેલા અઠવાડિયે છોકરીઓએ પૅન્સિલ વર્ક વધુ કર્યું. કેમકે છૂટથી રંગ વાપરવાની ટેવ નહીં. બીજા અઠવાડિયે તેમનો રંગ અંગેનો વધેલો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાય છે. અમે તમને પસંદગીના ચિત્ર જ મોકલીએ છીએ. પણ, બાકીના ચિત્ર પણ અમારા ખૂબ મૂલ્યવાન છે.

  બીજા અઠવાડિયાનો વિષય હતો “મારું ઘર” . મેં તેમને કહેવું કે તમારા ઘરમાં મહેમાન જ્યાં બેસે ત્યાંથી તેમને શું દેખાય? તેમણે એ રીતે તે ચિત્ર દોર્યા. ત્રીજા અઠવાડિયે વિષય આપ્યો, “મારો પરિવાર”. તે માટે સૂચના આપી કે, “કાગળ પર તમારું નામ નામ હોય તો પણ ઓળખાઈ જાય કે આ તો લક્ષ્મીનું ચિત્ર, આ સાનિયાનું.” એ રીતે દોરજો. કેટલીક છોકરીઓએ કાગળ પર પોતાનું નામ નથી લખ્યું. સુંદર ચિત્રો મળશે આ વખતે પણ. અધૂરાં છે, સોમવારે પૂરા કરશે.

  બે જ અઠવાડિયામાં મળેલા પરિણામોએ અમારા ઉત્સાહને બેવડાવ્યો છે. હવે અમે આ કામ ચાલુ જ રાખીશુ, દર શનિવારે.

 5. ધન્યવાદ આનંદ કન્યાશાળાના શિક્ષકો છાયાબહેન ઉપાધ્યાય અને મહેશ મેકવાનન

  સરસ વિડીઓ.

 6. આવા વિડીઓ બાળકોની સર્જનશક્તિમા અગત્યનો ફાળો આપી શકે.
  બહુ સરસ વિડીઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *