એક વ્યક્તિ શહેરમાંથી ત્રણ કોથળા ભરીને નાળિયેર પોતાને ઘરે લઇ જાય છે. દરેક કોથળામાં ૩૦-૩૦ નારિયેળ મળી કુલ ૯૦ નારિયેળ છે. પોતાના ઘરે પહોંચતા પહેલાં રસ્તામાં ૩૦ ટોલ નાકા આવે છે જ્યાં તેણે દરેક ટોલ નાકે જેટલા નારિયેળનાં કોથળા હોય તેટલા નંગ નારિયેળ આપી દેવા પડે. તો તે ઘરે પહોંચે ત્યારે તેની પાસે કેટલા નારિયેળ બચ્યા હશે?
૨૫ નારિયેળ.
શરૂઆતમાં તેની પાસે ત્રણ કોથળા છે એટલે પહેલા દસ ટોલ નાકા પર ત્રણ નારિયેળ લેખે ત્રીસ નારિયેળ આપશે. હવે તેની પાસે ૬૦ નારિયેળ અને તેનાં બે કોથળા બચ્યા. તેથી પછીના પંદર ટોલ નાકા પર એ બે કોથળાના હિસાબે બે બે નારિયેળ એટલે કે કુલ ૩૦ નારિયેળ આપશે. ત્યાર પછી હવે તેની પાસે ૩૦ નારિયેળ અને એક કોથળો બચશે તેથી છેલ્લા ૫ ટોલ નાકા પર તે એક એકના હિસાબે ૫ નારિયેળ આપશે અને છેલ્લે તેની પાસે તેથી ૨૫ નારિયેળ રહેશે.