દ્રઢનિશ્ચય

ડૉ. સંજય કોરિયા

   એ દિવસોમાં છોકરીઓ માટે બોક્સિંગ જેવી સ્પોર્ટ્સમાં ભાગ લેવો આસાન ન હતો. "જયારે મારા માટે આ સિવાય કોઈ બીજો વિકલ્પ પણ ન હતો; ત્યારે હું મારા પરિવારની નજરોથી બચીને ઘરના ચોથા માળની બારીમાંથી કુદીને ટ્રેનિંગમાં પહોંચી જતી હતી."  આ શબ્દોમાં છુપાઈ છે મહિલા બોક્સર સિસિલિયા બ્રેખસના સંઘર્ષની કહાની.

    પ્રોફેશનલ બોક્સિંગની રીંગમાં પહોંચવાની પોતાની મુરાદ પૂરી કરવા માટે તેણે પોતાનો દેશ પણ છોડી દીધો. આજે તે પુરુષોના પ્રભુત્વવાળા બોક્સિંગમાં ફર્સ્ટ લેડીના નામે જાણીતી છે. જર્મનીમાં રહેનારી સિસિલિયા પોતાની પ્રોફેશનલ કેરિયરનાં અત્યાર સુધીના તમામ ૨૭ મુકાબલા જીતી ચુકી છે.

     ૩૪ વર્ષની સિસિલિયા ૧૫ માસ બાદ બોક્સિંગમાં વાપસી કરી રહી છે. તેને ઈજા થવાને લીધે કેટલાક મહિના સુધી રિંગથી દૂર રહેવું પડ્યું હતું. ૨૭ ફેબ્રુઆરીએ તે ઉરેગ્વેની ક્રીસ નોમસ સામે ઊતરશે. સિસિલિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, "જર્મનીમાં તેને વધુ સારું જીવન જીવવાની તક મળી હતી."

    ખરેખર કોલમ્બિયામાં જન્મેલી અનાથ સિસિલિયાને દત્તક લેવાયા બાદ એ નોર્વેમાં મોટી થઈ. ત્યાં  ૧૯૮૧માં પ્રોફેશનલ બોક્સિંગ પર મેડીકલ તકેદારીને જોતા પ્રતિબંધ લગાવી દેવાયો હતો. એના ઉલ્લંઘન પર ત્રણ મહિનાની સજા થઈ શકતી હતી.  સિસિલિયા કહે છે કે, "મારે વિદેશની વાટ પકડવી પડી હતી. જો હું નોર્વેમાં ટ્રેનિંગ ફાઈટ કરત તો જેલમાં જરૂર નાખી દેવામાં આવી હોત."

   જો કે, ૨૦૧૪માં નોર્વેએ પ્રતિબંધ હટાવી લીધો. પરંતુ સિસિલિયાએ નોર્વેમાં અત્યાર સુધીમાં કોઈ ફાઈટમાં ભાગ લીધો નથી. પહેલી મહિલા બોક્સર બન્યા બાદ યુરોપિયન બોક્સિંગ એજન્સી જર્મનીની સોવાર્લેન્ડે ૨૦૦૭માં સિસિલિયા સાથે કરાર કર્યો. તે લોસ એન્જલસના કે-૨ પ્રમોશન સાથે જોડાઈ ગઈ છે, જે પુરૂષ હેવીવેઈટ સ્ટાર વાલ્દિમિર તથા વિટાલીની સાથે કામ કરી રહી છે.

પ્રેરકબિંદુ : જેને હારવાનો ડર છે, તેની હાર નિશ્ચિત છે.

સેસિલિયા રિંગમાં
મેરી કોમ - ૨૦૧૮
-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *