મોટો માણસ, સારો માણસ અને પૈસાવાળો માણસ

મારી બાએ મને કીધેલું, તું મોટો માણસ બનજે, સારો માણસ બનજે અને પૈસાવાળો બનજે.

અને આવું અક્ષરશઃ જીવી બતાવે એ કેવું વિરલ વ્યક્તિત્વ હોય?

અમારી ફેક્ટરીમાં અમે માણસ બનાવીએ છીએ. અમે અમારી ફેક્ટરીમાં કામ કરતા દરેકના માતા-પિતાના, એમના પરિવારના રુણી છીએ.

સૂક્ષ્મ ઉપકારની આ ભાવના એમને બીજા અનેક સફળ બિઝનેસમેન કરતાં અલગ અને વધારે સફળ સંચાલક/લીડર પૂરવાર કરે છે.

કુદરતનો ક્રમ છે કે એક બી વાવીએ તો હજાર પાછા મળે ને મળે જ.

પ્રેમ કરો, પરિવારને પ્રેમ કરો, પોતાના સહકર્મચારીઓને પ્રેમ કરો, પોતાના સમાજને પ્રેમ કરો, રાષ્ટ્રને પ્રેમ કરો.

સપના જુઓ, ઉંચું વિચારો, સંકલ્પની પ્રાપ્તિ માટે મંડ્યા રહો, સફળતા મળે ને મળે જ.

જે કરો પોતાનું ૧૦૦% આપો. પોતું કરો તોય આપણા જેવું સરસ કોઇનું ના થાવું જોઇએ એવું સરસ પોતું કરવું.

કોઇ જ કામ નાનું કે મોટું નથી. કામ એવું કરો, પૂરી નિષ્ઠાથી , પ્રામાણિકતાથી કરો. પોતાનું ૧૦૦% આપો. સફળતા મળે ને મળે જ.

હું ભણ્યો નંઇ, એટલે રોજ રોજ આખી જીંદગી ભણ્યો.

બિઝનેસ કરવો સાવ સહેલો છે, કેટલીક શરતોનું પાલન કરવું પડે, હું તમને એ કહીશ.

જીંદગી લીમિટેડ છે અને કામ અનલિમીટેડ છે એટલે આપણને મોળું પડવું પોહાય એમ નથી.

આવી તો ઘણી વાતો રોમ રોમમાં ઉત્સાહ ભરી દે એવી સાવજીભાઇના ર્હદયથી નીકળેલી વાતો દૂર રહ્યે મને સાંભળવા મળી

એ મારા માટે પરમકૄપાળુ પરમાત્માની કૃપા જ છે.

અમુક જીવનચરિત્રો જીવનમાં ઉંડી છાપ છોડી જતા હોય છે, સાવજીભાઇ એમાનું જ એક નામ છે.

જેઓ એમના કાકાની ફેક્ટરીમાં નોકરીએ લાગેલા, પણ એવું દિલ દઇને કામ કર્યું કે કાકાએ પાર્ટનર બનાવ્યા અને

આજે એ જ સાવજીભાઇ અનેક દેશમાં કારોબાર ચલાવે છે.

એક સાવ સામાન્ય માણસ એક મૂઠી ઉંચેરો માનવી બને ત્યારે આખા સમાજને અને રાષ્ટ્રને પણ અનેકગણું આપી શકે.

એવું સરસ, પ્રેરણાદાયી જીવન. વારંવાર વાગોળવા જેવા વિચારો, તમે પણ એમના મુખે એમની અનુભવવાણી અચૂક સાંભળજો.

મને પૂરી શ્રધ્ધા છે કે ઇવિદ્યાલય અને ગુજરાતી પ્રતિભાપરિચયનું આ પાનું અનેક વિધાર્થીઓને જીવનમાં ખૂબ ઉપયોગી થશે અને થશે જ.

Video embed code not specified.

One thought on “મોટો માણસ, સારો માણસ અને પૈસાવાળો માણસ”

  1. ખૂબ સરસ. વાસ્તવિક અનુભવના નિચોડ સમું પ્રેરણાત્મક વક્ત્વ્ય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *