શહેરમાંથી પાછા ગામડે

'સરલ' રાઠોડ 

     આમ તો એમનું નામ સતપાલસિંહજી રણજીતસિંહજી લક્ષ્મણસિંહજી રાઠોડ છે. પણ નામ પ્રમાણે જ એમના ગુણ છે - સાવ સરળ માણસ એમનો જાત અનુભવ એમના જ શબ્દોમાં .....  

    આજે લોકડાઉનના ઘણાં દહાડા વીતી ગયા. આખુ નગર લગભગ ખાલી થઈ ગયું.નગરમાં ખાલી સતુભા એકલા રહી ગયાં, છેવટે એ ભારે મને પરિવાર સહિત ગામ તરફ પ્રસ્થાન કરવાં લાગ્યા.

    ખેતી અને પશુપાલનનો જરા પણ અનુભવ નહીં. છતાં મન હોય તો માળવે જવાય એમ વિચારી શરુઆતમાં ૨૦૦ રુપિયા હાજરીવાળી નોકરી કરવા લાગ્યા. મેડીકલ કંપનીમાં નોકરી બહુ ભારે, આગ ઝરતી ગરમીમાં હીટર આગળ આખો દિવસ કામ કરે અને સાંજે થાકીને લોથપોથ થઈ ઘરે આવી ખાધું ન ખાધું સુઈ જાય,

    એમનો પિતરાઈ ભાઈ અને ખાસ મિત્ર લાલભા જે થોડા સમય પહેલાં જ ગામડેથી શહેર કામધંધા માટે આવેલ એ પણ પાછા આવી ખેતી કરવા લાગેલા. રોજ આ એમને મળવા જાય અને ખેતી અને ખેતરની વાતો કરે,ધીરે ધીરે તેમને ખેતી અને પશુપાલનમાં રસ પડવા લાગ્યો.

    સલાહ માટે મિત્ર તો હતો જ. એક મિત્ર ખેતી કરે તો બીજો જે શહેરી મિત્ર હતો તેને એક ગાયથી શરુઆત કરી. ગાયનાં પગલાં શુભ નીકળ્યા,તો આજે એક મિત્રને તબેલો છે તો બીજો ખેતીમાં સારુ રળે છે. બન્ને મિત્રો આખા ગામમાં ઉતમ ઉદાહરણ છે અને શહેરીકરણની આંધળા વળગણ તરફ જાણે એક વિદ્રોહનું આદર્શ ઉદાહરણ બની આખા ગામમાં વખણાય છે.

ગામ પઢારીયા તા. જિ. મહેસાણા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *