પર્યુષણનું પાવન પર્વ અને સવારમાં પૂ.મહારાજ સાહેબે આપ્યું ક્ષમા પર સુંદર વ્યાખ્યાન.બે સામાયિક અને આવું સરસ વ્યાખ્યાન સાંભળી ધનંજય ઘરે આવ્યો.
મીરાં એની સાસુ બીમાર હોઇ વ્યાખ્યાનમાં જતી નહોતી. સાસુને સ્પંજ કરી,ચા પીવડાવી,દવા આપી રૂમની બહાર નીકળી અને સામે ધનંજય મોબાઇલમાં નજર ચોંટાડી આવી રહ્યો હતો.
બન્ને અથડાયાં અને મીરાનાં હાથમાંથી કપ રકાબી પડ્યા અને ધનંજયનાં હાથમાંથી મોબાઈલ.
ક્ષણવારમાં ગુસ્સાથી તાડૂકતો ધનંજય બોલી ઉઠ્યો:
" જીવ ક્યાં હોય છે..જોઈને ચાલતાં તો શીખ...આંખો છે કે કોડી ??"
ક્ષમાપનાના ઉપદેશનું મહારાજ પાસે જ સમાપન થઇ ગયેલું.
- આશા નાણાવટી ( છોટી સી આશા )